ઘણી વખત એવું થતું હોય કે માણસ મૂંઝવણ અનુભવે. એની પાસે જે બે અલગ અલગ પસંદગી હોય એમાંથી કોઈ એક એ નક્કી કરી ના કરી શકે અને ત્યારે એ સિક્કો ઉછાળે!
મારી સાથે આવું ઘણી વખત બને છે અને એ વખતે હું સિક્કો નથી ઉછાળતી પણ ક્યારેક ચિઠ્ઠી બનાવી એમાંથી કોઈ એક ઉઠાવી લઉં છું...😁
વિચાર માંગી લેતી વાત એ છે કે, આ રીતે મેળવેલો જવાબ ખરેખર સાચો હશે? આગળ જતાં આ જ વિકલ્પ તમારા માટે સારો બની રહેશે એ નક્કી કઈ રીતે કરશો..?
થોડો વખત પહેલાં મેં એક વેબ સિરીઝ જોયેલી અને એના એક ડાયલોગમાંથી મને મારા આ સવાલનો જવાબ મળેલો... તમે પણ વાંચી જુઓ કદાચ એ જવાબ તમારા પણ કામમાં આવી જાય...