-------------------------@અંતર્મુખ આ મન મારુ@----------------------
બહીર્મુખ બનાવી મનને વહેતુ કરવુ સહેલુ છે
પણ,
અંતર્મુખ બનાવી મનને વાળવું બહુ અઘરું છે
બહીર્મુખ થઈ જઈ પ્રેમ કરવો બહુ સહેલો છે
પણ,
અંતર્મુખ બનીને પ્રેમ ને સમજવો બહું અઘરો છે
બહીર્મુખ બની સંસારને માણવો બહુ સહેલો છે
પણ,
અંતર્મુખ બની પરમાત્માને જાણવો બહુ અઘરો છે.
#અંતર્મુખ