એના ચહેરા ની અંદર બીજો ચેહરો એ દ્વિમુખી,
બહાર થી ધીર ગંભીર એની અંદર જવળામુખી ,
હરદમ જિંદગી ને તોલા છાબળે ચળાવતો,અંતર્મુખી
મેં આ કર્યું નેતે કર્યું કાયમ મનમાં મમળાવતો,
અંતર્મુખી
સુખ ને દુઃખ ને કાયમ પંપાળતો, અંતર્મુખી
સાચાંને સાચું ને ખોટા ને ખોટું ન કહેવાય જાય એનું ધ્યાન રાખતો,અંતર્મુખી
મૌન નું હથિયાર રાખી સત્યને વાઢતો તોય શાણો ,અંતર્મુખી
જાણી કોણ જાય મને? એનો વહેમ રાખી ફરતો, અંતર્મુખી
એને સમજાવો કોઈક,ગમતાં નો કરે ગુલાલ ,આ ધરતીમાં વારંવાર કોઈ ક્યાં આવવાનું,અંતર્મુખી
અંતર્મુખી
#અંતર્મુખ