એ મને રોજ કહે ," હું તારી પાછળ પાગલ છું .
ત્યારે મને સમજાતું નહોતું કે , પાગલ કોને કહેવાય?
એ તો એમની ઘેલછા હતી . છોડી ગયા મુજને તો ખબર પડી .આજે હું કેવી સ્થિતિમાં છું , ના હોશ રહે છે , ના ખબર રહે છે . ખુદથી જ ખોવાઈ ગઈ છું.ના કંઈ ચેન પડે છે , ના નીંદ આવે છે . બસ હરપળ એનો જ ખયાલ આવે છે. આંખો પણ કોરી થઈ ગઈ આંસુ વહાવીને ,રાહ જોઇને થાકી ગઈ મારી નિગાહ .તેમ છતાં બેપનાહ ચાહું છું એને જ. આજે મને ખબર પડી પાગલ કોને કહેવાય? એ નહિ પણ હું પાગલ છું.એ સમજાઈ ગયું.