#પાગલ
આશિક એવા પાગલ જોયા,
જ્યારે આંખે કાજલ જોયા,
આપ્યા પ્રિયે ઘા સોંસરવા,
પાછા ફરતા ઘાયલ જોયા,
મારા ભીતર મા જે રણકે
મારી આંખે પાયલ જોયા,
ઈશ્કી રમતોથી ભાંગી ગ્યા,
કૈ'ક નઠારા કાયલ જોયા
કૈ' ક પરત ખાલી હાથ વળ્યા,
ઇતિહાસે તો ફાજલ જોયા
ઘાયલની વાતો લખતો 'વિજ',
શાયર જેવા વાયલ જોયા,
@વિજય પ્રજાપતિ