પ્રેમ છે એ નક્કી જ છે પણ કોની જોડે છે નક્કી નથી
તારી જોડે છે કે પેલી જોડે, કોની જોડે છે નક્કી નથી

કેટ કેટલાંય નામ આવ્યા દિલ દિમાગમાં એક જ સાથે
શરૂઆત થઈ નક્કી છે, પણ કોની જોડે છે નક્કી નથી

વાત બહુ અઘરી, કોઈના ગાલ ગમે તો, કોઈની ચાલ
ગમતી વાતો કોકની છે, વાત કોની જોડે છે નક્કી નથી

છળે છે હો આ બધું જ, જેમકે હોય મૃગજળ અહીં
રહસ્ય છે કોઈની જોડે હો , કોની જોડે છે નક્કી નથી

લે આમ તો લાગ્યુ'તું બધુંય સહેલું પછી મેં કાઢી લોટરી
કોક નામ નીકળ્યું પણ લોટરી કોની જોડે છે નક્કી નથી

©પીયૂષ કુંડલીયા

Gujarati Poem by પિયુષ : 111433796

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now