હે ગગનગામી
ક્ષીર સાગરમાં
શેષની સુંવાળી શૈયામાં સૂનારા
ભગવન....
એકવાર ધરા પર આવો
કેવી છે કંટક ભરી જીંદગી
ઝાઝી શૂલ ઓછા ગૂલ
અહીં તો પળપળ બદલાય છે
કરણી જીવનની
અહીં તો પળપળ બદલાયે છે
ચાલ જીવનની
સમજાતુ નથી કે કેવી રમાશે બાજી?
હજારો વેશધારીને મનુજ સામા મળે છે
અસલી કે નકલી નો ભેદ
પામવાનું અઘરૂ છે
મંઝીલ કરતાંય મળે છે ઠોકરો ઝાઝી
હે ગગનગામી!