મુંઝાય છે શું મનમાં,
સમય જતાં વાર નથી લાગતી.
રહી જશે મનની વાત મનમાં,
એ વાત આજે સાચી નથી લાગતી?
કોને ખબર છે,
કાંકરા ને રેતીમાં બદલતા વાર નથી લાગતી.
ક્ષિતિજ ને જોઉ છું જ્યારે,
સૂર્યાસ્તને સાંજ થતા વાર નથી લાગતી.
કોણે કહ્યું જામમાં છે ગમ,
ચઢતા એને વાર નથી લાગતી.
વીજળીના ટંકાર પછી,
વાદળ ને વરસાદ બનતા વાર નથી લાગતી.
રાગદ્વેષ કાઢી પ્રેમથી જીવન જીવી લેજો,
હૃદય ને બંધ થવામાં વાર નથી લાગતી...
----------------------------------------------------