ખાસ હોય છે.
એકાંતમાં જે આસપાસ હોય છે,
એ જ સૌથી વધુ ખાસ હોય છે.
સદેહે ભલે સામે ન દેખાય પણ,
ચારેબાજુ એમનો જ આભાસ હોય છે.
એકાંતમાં જે આસપાસ હોય છે,
એ જ સૌથી વધુ ખાસ હોય છે.
કઈ બન્યું નથી અને કઈ બનવાનું નથી,
એ મળશે સાક્ષાત એવુ થવાનું નથી.
મુલાકાત ન હોય તોય મુલાકાત હોય છે,
એમનાં મૌનમાં પણ શબ્દોનો પ્રાસ હોય છે.
એકાંતમાં જે આસપાસ હોય છે,
એ જ સૌથી વધુ ખાસ હોય છે.
હું તો હતો સાવ રસ્તે રઝળતો,
બેધ્યાન બેપરવા બની મસ્ત ભટકતો.
એમને જોઈ કંઈક થયાનો આભાસ છે,
એમનાં શબ્દો આજે પણ યાદ છે.
આજે પણ અટકું ત્યા અજાણતા જ,
" તું " સામે હોવાનો આભાસ હોય છે.
એકાંતમાં જે આસપાસ હોય છે..
એ જ સૌથી વધુ ખાસ હોય છે..
અશોક ઉપાધ્યાય.
11/05/20
10:46 am.