ભલે તું દરેક બાબત ને તર્કબદ્ધ કરી રજૂ કરે....
પણ જ્યાં કોઈ તર્ક ન જડે....
ત્યાં તને દિલ જેટલી ખબર ન પડે.....
ભલે તું કહે જીવન તો વિચાર કરીને જ જીવવું પડે....
પણ જ્યાં કોઈ વિચાર ન જડે....
ત્યાં તને દિલ જેટલી ખબર ન પડે....
ભલે તે આખી જિંદગી મને કહ્યું કોણ મને નડે અને કોણ ન નડે....
પણ જ્યાં જતું કરવાની વાત આવે....
ત્યાં તને દિલ જેટલી ખબર ન પડે....
ભલે તને એમ છે કે ગણતરી વગર તો આખું આયખું કડે ચડે....
પણ જ્યાં બધી ગણતરી ઊંઘી પડે....
ત્યાં તને દિલ જેટલી ખબર ન પડે....
ભલે તું હોશીયારીઓ કરાવી આખી દુનિયા સામે પડે....
પણ જ્યાં નમી જવાની વાત આવે....
ત્યાં તને દિલ જેટલી ખબર ન પડે....
ભલે દુશ્મનને બતાવી દેવાનાં તને હજાર ઉપાય જડે....
પણ જ્યાં એને મિત્ર બનાવી દુશ્મની નો જ અંત લાવવની વાત આવે....
ત્યાં તને દિલ જેટલી ખબર ન પડે....
અરે તારા કીધે કરેલું તો મારે ઘણી વાર ચૂક્યું છે....
પણ જ્યાં અચૂક ઇલાજની વાત આવે....
ત્યાં તને દિલ જેટલી ખબર તો ન જ પડે....
#દિલ