#દિલ
જે ધબકે છે મારી અંદર પણ,
તને જ વિચારે, એ મારૂ "દિલ"
મારૂ હોવા છતાં નથી માનતું
તારી જોડે રહે, એ મારૂ "દિલ"
છે નાનું પણ, દુનિયા સમાય છે
તારી કમીથી તૂટે, એ મારૂ "દિલ"
સંગ તારે જ ચાલ્યું જાય છે જે
નથી વસમાં હવે, એ મારૂ "દિલ"
વારે વારે નામ તારૂ જપ્યાં કરે ને
તારી સમક્ષ શાંત, એ મારૂ "દિલ"
પત્થર તો ભલે બની બેઠું છું હવે
નાજુક પાંદડી હતું, એ મારૂ "દિલ"
કાચનું હતું, એક ઠોકર અસહ્ય રહી
બિંદી સાથે પોતે તડપ, એ મારૂ "દિલ"
-બિંદીયા