શું શું કહેવાયું છે વિશ્વની તમામ ભાષામાં
એક ર્માં માટે,
શબ્દકોષમાં જોયું જ્યારે કશું જ ન મળ્યું
મારી ર્માં માટે,
મનમાં ભરાયેલું હતું ઘણું પણ કહી ન શક્યો
મારી ર્માં માટે,
શ્રુષ્ટીના પાલક ભગવાન પણ બન્યા બાળક
એક ર્માં માટે,
મારી શું તાકાત કે હું કંઇક કરી શકું
મારી ર્માં માટે,
ચરણોમાં ભગવાનના મસ્તક પણ આપું તો છે ઓછું
મારી ર્માં માટે,
અનામત સમાન જીવન કરું ન્યોછાવર મારૂ તો પણ ઓછું
મારી ર્માં માટે.......
- સિદ્ધાર્થ મણિયાર