#સાંભળવુ
કોને ન ગમે, મીઠું મધુર સંગીત સાંભળવું..
કોને ન ગમે, સુંદર સવારે પંછીયો ની ચેહચહાટ
કોને ન ગમે, પ્રસંશાના બે મીઠાં વેણ
કોને ન ગમે, અંતઃકરણને આનંદ આપતો નિનાદ
કોને ન ગમે, સુંદરતાના વખાણ.....
બસ કહો, કોને ગમે, સાંભળવા કડવા બે વેણ
કોને ગમે, કાગડાની ક્રાં ક્રાં..
કોને સાંભળવું ગમે ...કાન ના પરદાને તોડી નાખતું સંગીત કહો કે ઘોંઘાટ...
કોને સાંભળવું ગમે, પાછળથી સતત ટેં ટેં કરતાં હોર્ન નો અવાઝ......
શરૂઆત તો બધાને ગમે પરંતુ અંત... કોને સાંભળવો ગમે.....