Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જાણવાની આ છે સરળ રીત, કેવી મળશે ભાવી પત્ની

તમારી ભાવી પત્ની સુંદર હશે કે સામાન્ય રૂપ રંગની જો તમે પણ એ જાણવા માંગો છો તો તેને જાણવાની એક ખૂબ જ સહેલી રીત છે. આનાથી તમે જાતે જ જાણી શકશો કે તમારી પત્ની સુંદર હશે કે સામાન્ય રૂપ રંગની.

સુંદર પત્ની પ્રાપ્ત થાય

જ્યોતિષશાસ્ત્ર મુજબ કુંડળીનું સાતમું ઘર વિવાહ સ્થાન કહેવાય છે. જો કુંડળીમાં શુક્ર પહેલા ઘરમાં બેસ્યો હોય કે ગુરૂથી સાતમાં ઘરમાં શુક્ર બેસ્યો છે તો સુંદર પત્ની પ્રાપ્ત થાય છે. સાતમાં ઘરમાં જે રાશિ છે એ રાશિના સ્વામી ગ્રહને શુક્ર જોઈ રહ્યો હોય કે ગુરૂ સાતમા ઘરમાં બેસ્યો છે તો પણ સુંદર જીવનસાથી પ્રાપ્ત થવાના યોગ બને છે.

પત્ની ગોરા રંગની મળશે

કુંડળીમાં જો શુક્ર સાતમા ઘરમાં તુલા, વૃષ કે કર્ક રાશિમાં બેસ્યો છે તો તેનો મતલબ છે કે તમારી પત્ની ગોરા રંગની હશે. આકર્ષક ચહેરો ધરાવતી હશે.

શ્યામ પત્ની મળશે

જેમની કુંડળીમાં સાતમાં ઘરમાં બુધ હોય છે તેમની પત્ની શ્યામ રંગની હોય છે. સાતમા ઘરમાં સૂર્ય હોવાથી પત્નીનો રંગ ઘઉંવર્ણ હોય છે. કુંડળીમાં સાતમા ઘરમાં શનિ કે રાહુ હોય તો જીવનસાથીનો રંગ શ્યામ હોય છે

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111429401
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now