આવી ખરાબ ટેવ ધરાવતી લાઇફસ્ટાઇલ હશે તો, થઇ શકે છે ગ્રહદોષ
મોડું ઊંઘવું
ઘરમાં વડીલો હંમેશા વહેલા ઊંઘવા અને વહેલા ઉઠવાની સલાહ આપતા હોય છે. જો કે બદલાતી લાઇફસ્ટાઇલને કારણે લોકો મોડી રાત સુધી જાગતા રહે છે. જેનાથી તેઓ વહેલી સવારે ઉઠી પણ નથી શકતા. ઉલ્લેખનીય છે કે આવું કરવાથી ચંદ્ર ગ્રહનું ખરાબ ફળ મળે છે.
ખરાબ બાથરૂમ
માનવીની ટેવ માત્ર તેના વ્યક્તિત્વ પર અસર નથી કરતી પણ મનુષ્યનું ભાગ્ય પણ નક્કી થાય છે. ખરાબ ટેવોથી ગ્રહદોષ થવાનું જોખમ પણ રહે છે. જેમાંનો પહેલો છે બાથરુમ ગંદુરાખવું. બાથરૂમની સાફ સફાઇ કરવામાં ન આવે તો ચંદ્રના અશુભ ફળનો ભોગ બનવું પડે છે.
અયોગ્ય પથારી
પથારી સરખી ન હોવાથી દિનચર્યા પર પણ અસર પડતી હોય છે અને સ્વાસ્થ્યને પણ નુકસાન થતું હોય છે. જે ઘરમાં પથારી સરખી રીતે ન હોય તે ઘરમાં રાહુનો અશુભ પ્રભાવ જોવા મળે છે.
એંઠા વાસણ
જો જમ્યા બાદ એઠાં વાસણોને યોગ્ય સ્થાને રાખવામાં આવે તો શનિ અને ચંદ્રના દોષ દૂર થતા હોય છે. સાથે જ દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. તેનાથી વિરુદ્ધ ખરાબ ટેવો ધરાવતા જાતકો માટે ખરાબ અસર લઇને આવે છે.
નશાની ટેવ
નશો કરવાની ટેવ સ્વાસ્થ્ય માટે હાનિકારક તો છે જ, પણ આનાથી ગ્રહદોષ થવાની સંભાવના પણ રહેલી છે. નશીલી વસ્તુનું સેવન કરવાથી રાહુનો વિપરીત પ્રભાવ પડે છે.