*Wonderful Poem on Mother's Day:*
*તું છે દરિયો ને હું છું હોડી...!!!*
*મા, મને કેમ ખબર પડી મોડી...???*
*આખું આકાશ એમાં ઓછું પડે,*
*એવી વિરાટ તારી ઝોળી...!!!*
*મા, મને કેમ ખબર પડી મોડી...???*
*તડકાઓ પોતે તેં ઝીલી લીધા ને છાંયડાઓ આપ્યા અપાર,*
*એકડો ઘૂંટાવીને પાટી પર દઈ દીધો ઈશ્વર હોવાનો આધાર...!!!*
*અજવાળાં અમને ઓવારી દીધાં ને કાળી ડિબાંગ રાત ઓઢી...!!!*
*મા, મને કેમ ખબર પડી મોડી...???*
*વાર્તાઓ કહીને વાવેતર કીધાં અને લાગણીઓ સીંચી ઉછેર,*
*ખોળામાં પાથરી હિમાલયની હૂંફ ને હાલરડે સપનાંની સેર...!!!*
*રાતભર જાગી જાગીને કરી તેં ઈશ્વર સાથે જીભાજોડી...!!!*
*મા, મને કેમ ખબર પડી મોડી...???*
*"Happy Mother’s Day"*
🙏🏼🙏🏼🙏🏼