ડિજીટલ ડેથ!
રોજે રોજ કેટકેટલી વાત પણ ફોન પર? આકાશ તો સખત નો કંટાળી ગયો હતો! સવાર સાંજ ઉઠતા બેસતા સૃષ્ટિના ફોન ચાલુ જ હોય! ઘડિકવાર પણ એમ નહિ કે ફોન ને શાંતિ હોય. તે દિવસે તો આકાશે કેટ કેટલી બૂમો પાડી પણ સૃષ્ટિ ફોનમાંથી બહાર આવી સાંભળે તો ને! અને જોતજોતામાં ધડામ કરતો ફોન અગાશી પરથી નીચે પડ્યો, સાથે સૃષ્ટિ પણ હતી! ફોન તો સાજો થઈ ગયો પણ પછી ક્યારેય ફોન આવ્યો નથી.
- યોગીત બાબરીયા