માં નાં પ્રેમને વર્ણવતા કદાચ શબ્દો ખુટી જશે,
પણ માં નો પ્રેમ તો અખૂટ જ રહેશે,
માં નાં પ્રેમમાં કોઈ ભેદ કે અંતર નથી હોતો,
બસ એ પ્રવાહ નિરંતર હોય છે.
માં તને પ્રેમની દોલત બેશુંમાર આપી છે
મેં એક માંગી રોટલી તો તે ચાર આપી છે
ધરતી પર અગર ભગવાન હોય
તો માં તારુ જ એક નામ હોય