Happy mother's day
" માં "
અંતરની ઊર્મિ ને વેગ મળે ,
ને ઠલવાય જ્યાં ઉર નો ઉમંગ ,
લાગણીઓ ની
જ્યાં વહેતી સરિતા ,
ને માં તારા રૂદિયા માં પ્રેમ નો રંગ..
કોડભરેલ તારા કાળજાની
ભીતરમાં નિત
નિત નિહાળું વ્હાલ .....
તારી અમીમય આંખો માં સદાય છલકાય પ્રેમ ,
એમા હોઈ ના આજ કે કાલ......
પ્રેમનું સરોવર તું પ્રેમ નો સાગર ,
ને મમતા નો વરસતો મેઘ ,
હેત ને ભરી હૈયા માં અખૂટ
તારી અંદર પ્રેમ નો ઉછળે મેહ ,
શબ્દોને ગૂંથી નેહ ના તારમય ,
તો ય ખૂટે ના તારા ગુણો ની વાત.
નિશદિન નિહાળું તુજમાં હે "માં"
ઈશ્વર નો અંશ
તું ઈશ નોઅવતાર........
માં.......માં.......માં......માં....