"સાંભળે છે?" આ પ્રશ્નથી શરૂ થતી જીવનની અનેક ખાટી-મીઠી ચર્ચાઓનો હવે અંત આવી ગયો હતો.
મોટે મોટેથી બોલીને હવે નયનભાઇ થાકતા હતા.હવે
જરૂરી સૂચન પણ પાસે જઇને સ્પર્શ કરીને સમજાવવું
પડતું પણ વાણીના અભાવે આ ઉંમરે પતિનું પાસે આવીને
માયાળું સ્પર્શ કરવું માલિનીબહેનને ન સાંભળવાનો અફસોસ
ભૂલાવી આહ્લાદકતા આપી જતું.એક કાળજીભર્યો સ્પર્શ અને
એક પ્રેમાળ દૃષ્ટિનું મળવું મધુર દાંપત્યજીવનની સંજીવની
બની જતું
વર્ષા શાહ
#સાંભળવુ