sorry "મા ".. તે ઘણું બધું કર્યું છે મારા માટે પણ હું તારો આભાર વ્યક્ત કરવાનું ભૂલી ગઈ...
job થી કંટાળી ને ઘરે આવું ત્યારે તારા શાંતિથી પુછેલા સવાલો નો પણ મેં ગુસ્સાથી જવાબ આપ્યો,
sorry "મા ".. તારા શબ્દોમાં રહેલી મારા માટેની ચિંતા જોવાનું ભૂલી ગઈ...
મારી ભૂલો પર ગુસ્સો કરીને એકલા એકલા રડતા જોઈ છે તને,
sorry "મા "...હું તારા આંસુ લૂછવાનું ભૂલી ગઈ..
બહારનું ટેસ્ટી જમવાનું જમીને કંટાળી ગઈ, પણ તારા હાથ ના સાદા જમવામાં પણ જે ટેસ્ટ છે એ ક્યાય નથી,
sorry "મા "હું તારા વખાણ કરવાનું ભૂલી ગઈ..
મને હંમેશા લાગ્યું કે મને કોઈ પ્રેમ કરતું જ નથી, તૂ પણ મારા કરતા મોટી બેન ને જ વધારે પ્રેમ કરે છે, પણ મા માટે બધા બાળકો માટેનો પ્રેમ સરખો જ હોય છે,
sorry "મા ".. હું તારો પ્રેમ પારખવાનો ભૂલી ગઈ..
ખરાબ સમય મા જયારે બધા સાથ છોડી દે છે, ત્યારે એક તૂ જ હતી જે દરેક મુશ્કેલીમા મારી સાથે હતી, પણ જયારે સારો સમય આવ્યો ત્યારે... sorry "મા".. હું તારી સલાહ લેવાની ભૂલી ગઈ..
હું મારી જિંદગીની મોજ-મસ્તી માણવામાં, મારી દુનિયામાં એટલી વ્યસ્ત થઇ ગઈ કે.. sorry "મા ".. તને સમય આપવાનો ભૂલી ગઈ...
દુનિયા ના લોકો પાસે થી ગણું શીખ્યું પણ તારી પાસે થી દુનિયાદારી શીખવાની રહી ગઈ, દુનિયા ને સમજવામાં એટલી ઉલઝી ગઈ કે.. sorry "મા "હું તને સમજવાનું ભૂલી ગઈ...
પારકા લોકો પાસે થી પ્રેમ મેળવવાં મા એટલી ખોવાઈ ગઈ કે.. sorry "મા "હું મારા માટે નો તારો અઢળક પ્રેમ જોવાનું ભૂલી ગઈ..
તારા બોલેલા બધા જ શબ્દો પથ્થર ની લકીર સમાન હતા એ જયારે ઠોકરો વાગી ત્યારે ખબર પડી.. sorry "મા "..હું તારા શબ્દોની કદર કરવાનું ભૂલી ગઈ..
વારે વારે તારાથી નારાઝ થઇ ગુસ્સો કર્યો, બીજાનો ગુસ્સો પણ તારી પર ઉતાર્યો, તોય તૂ એક શબ્દ બોલ્યા વગર સહી ગઈ.. sorry "મા "હું તને માન આપવાનું ભૂલી ગઈ..
હું બીમાર હોઉં ત્યારે ખડે પગે મારી કાળજી રાખી, હું જયારે મન થી પણ તૂટી ગઈ ત્યારે તે જ મારો હાથ પકડી ઉભી કરી.. sorry "મા "હું તારી કાળજી કરવાનું ભૂલી ગઈ..
મોમ, મમ્મી, મમ્મા અને સુપર મોમ કહેવા વાળી આ દુનિયામાં.. sorry "મા "હું તને "મા "કહેવાનું ભૂલી ગઈ..
હું જયારે તારાથી દૂર થઇ ત્યારે તારી કદર સમજાઈ, હું એક મા બની ત્યારે મા ની વ્યથા સમજાઈ, એક મા નું દર્દ, પીડા, વ્યથા એક મા જ સમજી શકે, બીજાથી શું ઉમ્મીદ રાખવી.. sorry "મા "હું તારી વ્યથા, પીડા સમજવાની ભૂલી ગઈ..
હંમેશા બીજાની ઈચ્છાઓ પર જિંદગી જીવતી રહી, પોતાની મરજી ક્યારેય જણાવી જ નહિ, અમારી ખુશી મા ખુશ રહી પોતાની ખુશી જણાવી જ નહિ.. sorry "મા "હું તને ખુશી આપવાનું ભૂલી ગઈ...
sorry "મા "..આટલુ સુંદર જીવન આપ્યું એનો હું આભાર વ્યક્ત કરવાનું ભૂલી ગઈ...