હે વિશ્વેશ્વર,
સમય પસાર થાય છે,
Life ના desktop પરથી,
એક સરીસૃપની જેમ,
જો કે, મારી આંખે ચશ્માં છે,
જયારે તું પોતે Transparent છે,
તું એક સારો Programmer પણ છે,
એક સારો Trouble shooter છે,
મારે તો પ્રારબ્ધના program થી શ્વાસ Count કરવા પડે છે,
એમાં ય આરોહ છે, અવરોહ છે,
જાણે એક તળાવ છે,
જેમાં લીસી, ભીની, ચીકણી લીલ copy - paste થઇ ગઈ છે,
સમયની શેવાળમાં લપેટાઈ ગયો છું,
મારા Old version ની આંગળી પકડું તો,
એક તરસ વીંઝાય છે,
ઇચ્છાઓની Application થી સપનાનો Load વર્તાય છે,
તને કદાચ થતું હશે કે,
હું HD image થી મેઘધ્નુંશ્યની જેમ Colourful જીવું છું,
શું એટલે જ તું મને,
સાપેક્ષ-નિરપેક્ષ જેવી પરિસ્થિતિમાં મૂકી દે છે,
જે, આ હયાતીના Map પર તિરાડ પાડી દે છે,
કૈક સદીઓથી ચાલતી ઉથલ -પાથલથી,
GPS પણ ખોટા માર્ગો ચીંધે છે,
અંદર-અંદર ઘુમરાતો જાઉં છું,
વાયુ જેવા સ્વભાવ સાથે,
ઘાવ પણ તાજા રાખું છું,
મારી તકલીફ ભલે ગોવર્ધન પર્વત
જેવડી હોય કે ના હોય,
તો ય તારી ટચલી આંગળી જેટલી
શ્રદ્ધા જરૂર રાખું છું,
છતાં તું મારું Temperament ચેક કરતો રહે છે,
તને Send કરેલી ઘણી પ્રાથનાઓ,
તે Recycle bin માં નાખી દીધી હશે,
એટલે જ હું સ્થળ-કાલ-સમયના ચક્રને Hack કરી,
તને Search કર્યા કરું છું,
કે, ક્યારેક તો હયાતીના નકશાની તિરાડ Repair થઇ જશે,
વીંટળાયેલા પ્રારબ્ધના અજગરને તું Delete કરી દઈશ,
પછી પીડાના મૂળ Scan થઇ જશે,
ભલે હું Offline હોઉં,
પણ તું 24x7 Online હોય છે,
એવી એક માત્ર આશા સાથે,
શસ્ત્ર વિનાના તારા જેવા એક સારા લીડર બનવાની,
Message , Post કે Status ને તારી 'ભગવદ ગીતાની' જેમ Copy Right ની અપેક્ષા વગર Send કરવાની,
પીડાને પ્રેમ કરીને,
પ્રેમને જ Password બનાવીને,
Life ની દરેક Exam માં Distriction સાથે Pass થવાની,
મને તારા જેવા વર્તન, આચરણ માટે,
2G કે 3G નું Network ટુકું પડે છે,
જ્યારે તું તો પોતે જ KaanG છે,
એટલે જ,
હા, મને તારા જેવા સારથીની, સખાની એક Friend Request ની અપેક્ષા છે.