મારી ડાયરી...
માં તમે મને છોડી એકલા અનંત સફરે ચાલ્યા ગયા, પણ તમે ખૂબ યાદ આવો છો.
તમારી દરેક કાળજી, અમારી ચિંતા,તમારા આશીર્વાદ ... માં એ બધું બહુ યાદ આવે છે.
મારી દરેક નાની નાની વાતો માં પણ મા તમે ખૂબ યાદ આવો છો.
તમને મે કહ્યું નોતું ક્યારેય પણ, જ્યારે તમે રસોડા માં રસોઈ કરતા ધીમું ધીમું ગણગણતા , તે સાંભળવું મને ખૂબ ગમતું.....
માં ઘણી વાર ઈશ્વર ને પ્રશ્ન પૂછવાનું મન થાય કે માં બનાવતા તે એવું શું વિચારી ને એને બનાવી હશે!!!?
કે જગ માં "માં" ના તોલે કોઈ જ ના આવી શક્યું?
મા વિશે જેટલું પણ લખું કે કહું એ ઓછું જ પડે..
માં ઈશ્વર ની અમૂલ્ય ભેટ...