મોં પર માસ્ક હશે તો ચાલશે
નયન તો રમતિયાળ રાખજે,
હોઠ સીવેલા હશે તો ચાલશે
પગમાં તો પાયલ રણકાવજે,
નખ નહીં રંગે તો ચાલશે
હથેળી તો મુલાયમ રાખજે,
નરી સાદગી હશે તો ચાલશે
ગાલમાં તો ખંજન રાખજે,
માથે અંબોડો હશે તો ચાલશે
નેણ તો અણિયાળા રાખજે,
વાળ બોબકટ હશે તો ચાલશે
કાનમાં તો લટકણ ઝુલાવજે,
કપાળ કોરું હશે તો ચાલશે
હૈયું તો હેતથી ઉભરાવજે
●●●DR★राjશ્રી●●●