પ્રિયતમા કહે તે બધું સાંભળવું પડે છે.
જેમ પત્ની કહે તે બધું સાંભળવું પડે છે.
ચારે દિશાઓ થી સૂચનો થાય પુરુષ ને,
હર દશામાં શાંતિથી એ સાંભળવું પડે છે.
અરે કહું છું સાંભળો છો? ના કોણ કહે?
એ હા કહી ચૂપચાપ બધું સાંભળવું પડે છે.
કોઈ મને સાંભળે કે ના સાંભળે હો અનિલ,
સવારે ઈશ્વર ને હું કહું તે સાંભળવું પડે છે.
#સાંભળવુ