❛યાદ કરું ને સામે મળવું , ક્યાં સહેલું છે ?
એકબીજામાં એમ ઓગળવું, ક્યાં સહેલું છે ?
વરસો પહેલાં ગણગણતી એ ગીત , હવે તો -
તારા હોઠેથી સાંભળવું, ક્યાં સહેલું છે ?
તેં દીધેલાં પત્રો મારી પાસે છે , પણ
રોજે રોજ એ વાંચન કરવું , ક્યાં સહેલું છે?
કોઈ નદીની જેમ તું, અહીંથી ચાલી ગઈ છે ,
કાંઠે બેસીને ટળવળવું, ક્યાં સહેલું છે ?
#સાંભળવુ