ચાલ દુષ્ટતા આપણે બન્ને રમીએ એક દાવ,
મેં જે વિતાવ્યા દિવસો એ તું વિતાવી બતાવ.
હિમ્મત, કોશિશ, જોશ, જુનુન લઈ રોજ ફર્યો છું હું,
ના દેખાતા દુશ્મનો સાથે રોજ લડ્યો છું હું.
એક વખત તું પણ દુનિયાથી નજર મિલાવ ,
ચાલ દુષ્ટતા આપણે બન્ને રમીએ એક દાવ..
હિંમત હોય તો તારા જેવો મને બનાવ.
આવ..
અશોક ઉપાધ્યાય.
#દુષ્ટતા