દુષ્ટતા દુનિયામાં એવી તે પાંગરી કે,
માણસને ઓળખવો મુશ્કેલ થયો.
આ તો કંસ, રાવણ ને પણ વટલાવે,
મીઠી વાણીના ઘા બહુ દર્દશીલ બનતા.
રહેતો ચહેરા પાછળ બીજો ચહેરો,
જે બસ સ્વાર્થનો સેવક બની રહેતો.
આજે તો હંમેશા મન મુંજાતુ રશ્મિ,
કે કદાચ ચહેરો વાંચવામા ન ખાઉ થાપ.
કયારેક તો આ માનવ બનતો સાવ નિર્દય,
કે તેની દુષ્ટતા જ તેનુ નાશનુ કારણ બનતુ.
હા આજે મને લાગે છે એ વાતનો ડર,
કે કદીયે ચહેરો વાંચવામા ન ખાઉ થાપ.
#દુષ્ટતા