Gujarati Quote in Folk by Yuvrajsinh Solanki

Folk quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રમતા રમતા આગળ જશો તોય ઘણું છે,
આમ ડુબતા સુરજને જોવાનું અમને નહીં ફાવે,

વાત ઉંડા હ્દય ની કરશો તોય ઘણું છે,
આમ છબછબીયા કરતા અમને નહીં ફાવે,

બેશક રહેજો ગભરાતા નહીં તોય ઘણું છે,
આમ ફોજદારીની હુકૂમત ચલાવતા અમને નહીં ફાવે,

ગંભીર બની નિણર્ય લેશો તોય ઘણું છે,
આમ‌‌ કોઈના જીવન પર પાણા ઉડાડતા અમને નહીં ફાવે,

કુદરત ના સિદ્ધાંતો સાથે રાખશો તોય ઘણું છે,
આમ જ્ઞાન સાથે ચેડાં કરતા અમને નહીં ફાવે,

અમીરી માં ગરીબી ને ભેટી જાશો તોય ઘણું છે,
આમ મોબાઇલમા જાહેરાત કરવાનુ અમને નહીં ફાવે,
- યુવ (નહીં ફાવે)

Gujarati Folk by Yuvrajsinh Solanki : 111427139
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now