મારે એ રાહપંથી નદીઓ માટે સાગર બનવું છે,
હા મારે પ્રેમ નું એક અલગ ઉદાહરણ બનવું છે.
એ તૃષ દેડકા ઓ માટે વરસાદ બની વરસવું છે,
હા મારે પ્રેમ નું એક અલગ ઉદાહરણ બનવું છે.
એ તરસી ધરતી ની માટી મા ભીની સોડમ બની પ્રસરી જવું છે,
હા મારે પ્રેમ નું એક અલગ ઉદાહરણ બનવું છે
એ થાક્યા વટેમાર્ગુ માટે શીતલ છાંયડો બનવું છે,
હા મારે પ્રેમ નું એક અલગ ઉદાહરણ બનવું છે.
ઉનાળા ના એ ઉકરાટ મા પંખી ની તરસ છિપાવા કુંડીયા માનું નીર બનવું છે,
હા મારે પ્રેમ નું એક અલગ ઉદાહરણ બનવું છે.
કોઈક ની જિંદગી ના પથ પર ના કાંટા દૂર કરી એમાં ફૂલો બિછાવી
મહેકવું છે,
હા મારે પ્રેમ નું એક અલગ ઉદાહરણ બનવું છે.
મારે એ માનવી ની માનવતા નું ઉત્તમ દ્રષ્ટાંત બનવું છે,