મયૂરતણા પોકારે સંભળાયો હરિ સાદ તારો.
કોકિલના ટહૂકારે સંભળાયો હરિ સાદ તારો.

વરસ્યાં વાદળો અનરાધારે ધરાને ધરવી દીધી,
ઝરણાંના રણકારે સંભળાયો હરિ સાદ તારો.

ઘનઘોર નિશા મેઘલી કાળાડીબાંગ અંધકારે,
દાદુર તણા ડચકારે સંભળાયો હરિ સાદ તારો.

આવી વસંતને ખીલી ગૈ વનરાજી પૂરબહારે,
ને ભ્રમરના ગુંજારે સંભળાયો હરિ સાદ તારો.

દીઠાં બાલકુસુમો સાવ ભોળાં હસતાં એકદા,
કાલાઘેલા ઉચ્ચારે સંભળાયો હરિ સાદ તારો.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Motivational by Chaitanya Joshi : 111426988

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now