એક રમૂજી રચના...🤣😁😄😂🤩🤪🤑🤐😭👇👇
તું રેડ ઝોનમાં ને હું ગ્રીન ઝોનમાં કેમ મળાશે બકા,
તું તારા ઘરમાં કેદ હું મારા ઘરમાં કેદ કેમ કળાશે બકા.
આંખો ધરે છે રોજ સવારે તમને જોવાના ધરણા જાનુ,
તુ જોજનો દૂર હું જોજનો દૂર વિરહ કેમ સહેવાશે બકા.
ભણતાં સાથે કેવા એકબીજા સામું જોયા કરતા'તા નઈ,
તારું ય ખતમ ને મારુ રીચાર્જ ખતમ વાતો કેમ થાશે બકા.
રોટલીમા તું દેખાય મને અને દાળમાય મને તુ જ દેખાય છે,
જમવા બેસું ને યાદ આવે મુજ એકલાથી કેમ ખવાશે બકા.
કોરોના તારું નખ્ખોદ જાય ભરખી ગયો અમારા તું પ્રેમને,
રડી રડી ખૂબ કાઢ્યા દિવસો કાળોત્રી રાતો કેમ કપાશે બકા.
-"મોજીલો" માસ્તર ....