હૈયું જીતવાની જંખનામાં
વખત વીતી ગયો,
પરાણે પામેલા સમય ને
આખરે શૂન્ય કરી બેઠો,
લાગીતી લાગણી પ્રેમની
ઝટકામાં આગ થઇ ગઈ,
માન્યું નોતું મન એનું સ્વીકારવામાં
સમય મોડો થઇ ગયો,
વધાવી લીધી વાત એની
કાળજે ઘા લગાડી બેઠો,
શબ્દ ના દરિયામાં આજે
ઓટની ભરતી થઇ ગઈ...
~પ્રક્રુતિ ની ખુશ્બુ