શબ્દો ના સથવારે અમે,
અહીં આગળ વધી ગયા.
કોઈ કવિ તો કોઈ અહીં,
આવી સાયર બની ગયા.
કોઈ લખવા માટે અહીં આવી ગયા,
કોઈ અહીં આવી ને લખતા થયા.
અહીં કોઈ રોજ શબ્દે શબ્દે,
નવી નવી વાતો ઢોળી ગયા.
અહીં કોઈ વાંચી ને નવું શીખી ગયા,
તો કોઈ લખવા માટે આગળ વધી ગયા.
કોઈ મન ની લાગણી ને શબ્દો માં ઢોળી ગયા,
તો કોઈ કહાની ના શબ્દો ગમી ગયા.
શબ્દો ના સથવારે કેટલીય આગળ વધી ગયા,
કેટલાક શબ્દો કવિતા માં કોરાઈ ગયા.
બની ગઝલો ડાયરી માં છુપાઈ ગયા,
તો કોઈ સુવિચાર હ્રદય સ્પર્શી ગયા..@