Gujarati Quote in Poem by Pawar Mahendra

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હ્રદય દ્રવી ઉઠે તેવી ઘટના હવે કોણ વર્ણવે ?

કર્મ બીજાના,ભોગ ગરીબનો હવે કોણ વર્ણવે ?



અેનાથી ક્રૂર ઘટના કઇ કહેશો તમે ભ્રામકતાની!

ક્રૂરતા ખુલ્લેઆમ ફરે,સાધુ હત્યા કોણ વર્ણવે ?


ખિસ્સામાં રોગ લાવ્યા બીજા,ભોગ બીજાનો!

બેઘર બનેલા પથિકો કચડાય તે કોણ વર્ણવે ?


શું! ફર્ક પડે લોકો અન્નખાય કે ખાય તે માટ્ટી!

દાનના દસ ફોટા,દસ ખાનારાને કોણ વર્ણવે ?


આ આપણી પ્રગતી નથી,આ અધોગતી છે!

બાળકોને મનાવવા,રાંધે પથરા કોણ વર્ણવે ?


હેડલાઇન વાળું મિડીયા પણ કેટલું સરસ!

બ્રેકિંગની ધૂળ,તરફડાતા મરે તે કોણ વર્ણવે?


'માહિ' પ્રગતી લોકોઅે કરી અહિં તે દેખાય છે

અધોગતીની પ્રગતી થાય તે હવે કોણ વર્ણવે?

-પવાર મહેન્દ્ર
૮/૫/૨૦૨૦

Gujarati Poem by Pawar Mahendra : 111426551
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now