જવાના જે હતા ચાલ્યાં ગયાં એ સાથ મેલીને,
કશો ના ફાયદો છે થ્યો, જુની એ વાત પેલીને.
તમારી કોણ છું સંબંધ શું છે આપણો બોલો,
મને પૂછે છે ક્યાં હક પર દબાવીને હથેલીને.
પહેલાં તો થ્યા પોતાનાં, પછી ભૂલ્યાં પરાયા થ્યા,
મજા લીધી બધાં મન મરજી મુજબ ખેલ ખેલીને.
સમય ક્યાં છે પહેલાં જેમ કે હોતે ભરોસો પણ?
તમારાં પર જ તો સૌ લાગણી હોતી અઢેલીને!
બધાં દુઃખો સહન કરતાં રહેશો અક્ષ ક્યાં સુધી?
હવે તો બસ વધો આગળ બધાયે દર્દ જેલીને.
- અક્ષય ધામેચા
forget the past and move on to the success,....
#Grow #peom #move_on #gujarati #poem #ghazal #poetry