એક ગઝલ:
મનમાં ક્યાંક રખડવું છે,
મારે આગળ વધવું છે.
શોધીને આંખો તારી,
મારે આજે તરવું છે.
ચાહતનું પ્રકરણ એકાદ,
સારું છે, પણ કડવું છે.
ભૂલીને સૌ નિષ્ફળતા,
ઊંચે સુધી ઉડવું છે.
મનગમતો ઢાળ મળ્યો તો-
દિલથી આજ ગબડવું છે.
હાથોમાં રાખીને હાથ,
ખુલ્લમખુલ્લા ફરવું છે.
હળવેક સમયથી પ્હેલાં,
મારે તો બસ ખસવું છે.