/////-------------- #વધવું -------------/////
કૂંપળો મહીંથી , વૃક્ષ ઉભું થયું ,
વિકસે આપથી , ક્યાં અજાણ્યું?
પરમ તત્વથી , ઊગતું અવની પરે ,
વધતું વધતું આભ આંબે.
ગર્ભ-ગુંબજમાં બીજ કેવું હશે?
આપ અવિનાશનું વિવિધ કેવું...
માપ 'ને કદ , ગણના 'ને ગુણની,
વૃદ્ધિની સંગતિ આપ જાણો.
સત્વ ને તત્વ બેઉ , સારા બ્રહ્માંડમાં,
અખૂટ ભંડારનાં ભેદ કેવા?
આવી અખિલાઈનાં વિકસતા વૃંદમાં
"રામ" ને પામતા , પાર ના'વે...
#વધવું
#grow
#lockdowndays
#homequarantine