બની દુલ્હન મારી તે ,
બની દુલ્હન મારી તે ,
બન્યો વરરાજો હું તેનો,
લઈ આવ્યો જાન લઇ,
સામે આવ્યા સામૈયું લઇ,
ચડ્યો હું વરઘોડે જાન લઇ,
થયાં માંડવે પોખણા મારા ,
બેસડયો મધ્ય મંડપે,
આપ્યા કન્યાના દાન મંડપે,
થયા હસ્તમેળાપ મંડપે ,
થયા માંડવે સપ્તપદીના ફેરા,
ખવડાવ્યો કંસાર ,
દીધા બધાએ આશીર્વાદ,
દીધા કન્યાએ થાપા ,
થઈ વિદાય દુલ્હનની ,
બન્યો હું વરરાજો ,
લઈ આવ્યો ઘરે જાન લઈ,
બન્યો હું વરરાજા રે.
#વરરાજો