ઠપ્પ !
બે તૃતીયાંશ પાણી
વિચારોથી શુષ્ક
જીવતરની પૂનમ
સબંધોની અમાસ
બુદ્ધ ખરાં .. મૂર્તિમાં
બોધ .. વિચરણમાં
મહાત્માનો સ્વદેશી આગ્રહ
દિવંગત આચરણ
અભણ ગરીબનું અનાજ
વહેંચણી પુસ્તકોમાં
મદિરા માણસની
લથડિયાં કોરોનાનાં
મિત્રો ઘણાં
મિત્રતા જૂજ
મગજનો શોરબકોર
હ્રદયઆત્મા નો સુનકાર
વસ્તી ગીચ
શિસ્ત અલ્પ
કેસર ખરું
રંગ પલાયન
ભગવન્નામ મંદિરે
ભક્તિ મનથી ગાયબ
પ્રકૃતિ સંગીત
ઘોંઘાટીયો ગંદો માણસ
લિફ્ટ બટન લિફ્ટમેન
પાંગળો માણસ
શિક્ષિત રોગીનું શહેર
સમજુ નું સ્વસ્થ ગ્રામ
પૈસાનો ધૂમાડો
સિગારેટનો કચરો
સંબંધ નો પાયો
સ્વાર્થની ઇમારત
વડોદરા સંસ્કારી નગરી
પુસ્તક મંદિર લુપ્ત
અધકચરો કરે કચરો
વીણનારનો સ્વચ્છ રોટલો
માણસ ચાલુ
માણસાઈ ઠપ્પ
✍🏾..પંકિલ દેસાઈ