તલાશ
કેમ તું નથી એ ખબર છે છતાં તને ઝંખયા કરું છું.કેમ મારી આંખ માંથી નીકળે છે ધારા તો પણ તું યાદ આવે છે.કેમ તારી પાસે આવવું ખૂબ અઘરું છે છતાં તારી પાસે જ આવવા નું મન થાય છે.કેમ તારી પાસે હું નાનું અણસમજુ બાળક બની જાવ છું. કેમ તારા વિનાનો ખાલીપો ભરપાઈ થતો નથી. કેમ તારી માટેનો સ્નેહ બીજાને આપી નથી શકતી.આજે વર્ષો વીતી ગયા તને ગયા ને છતાં તું મારામાં પહેલા જેવી જ સજીવન છે પણ મારે તો તું સદેહે જોઈએ છે. તું મને ખૂબ યાદ આવે છે મારી માં…. તું ક્યાં છો….