Suresh Lalan writes...
નાનકડું આ ભુલકુ કાલુઘેલુ ગાય પપ્પા,
તમારાથી ગુટખા ન ખવાય પપ્પા
ચોકલેટ હું ખાતો નથી,
એનાથી દાંત પડી જાય પપ્પા.,
ગુટખાથી મોંઢું સડે અને જડબું સડી જાય પપ્પા,
તમારાથી ગુટખા ન ખવાય પપ્પા
માથૂં તમારું દુખે તો
મારાથી દબાવી શકાય પપ્પા,
આ કેન્સરના નામથી તો કાળજું કંપી જાય પપ્પા
તમારાથી ગુટખા ન ખવાય પપ્પા
હું આંગળી પકડીને ચાલું છું
કે રસ્તો ન ભુલી જવાય પપ્પા,
તમે તો સમજું છો, ખોટે રસ્તે ન ચડાય પપ્પા
તમારાથી ગુટખા ન ખવાય પપ્પા
ખુબ નાનો છું,
મને બીજું કશું ન સમજાય પપ્પા,
પણ મારાથી ગુટખા વધારે ન ગણાય પપ્પા,
તમારાથી ગુટખા ન ખવાય પપ્પા
હું દુધ પીવાનું છોડી દઉં
તો તમારાથી ગુટખા છોડાય પપ્પા ?
મારા માટે તમારાથી આટલું ન થાય પપ્પા ??
તમારાથી ગુટખા ન ખવાય પપ્પા