ક્યુ હશે મારુ ઘર????
જન્મતાની સાથે જ,
હાસ્યના કિલકાટથી ભર્યું મે ઘર.
ને એ થયુ #પિયરનુ_ઘર .
કંકુવર્ણે પગલે ચાલી,
હાથ ને જાત ઘસી દીપાવ્યુ મે ઘર.
ને એ થયુ #સસરાનુ_ઘર .
ઉમંગ અને અરમાનોથી
બાળકોની કાલીઘેલી બોલીથી ભરી દીધુ ઘર.
ત્યા તો પતિ કહે, “ વાહ, શુ સુંદર છે મારુ ઘર.”
ને એ થયુ #પતિનુ_ઘર .
હશે! કદાચ હવે થશે મારુ ઘર,
એમ માની મોટા કર્યા સંતાન.
પુત્ર કહે,” મમ્મી, તુ આવીશ મારે ઘરે?”
ને એ થયુ #પુત્રનુ_ઘર .
ચારે અવસ્થામા મે વસાવ્યા ચાર ઘરને છતા.......
ક્યુ હશે મારુ ઘર ???