શબ્દ સ્વરૂપે , સોંસરો આરપાર નીકળું
પ્રેમ સ્પંદનો માં હ્દયની આરપાર નીકળું
વીંધીને નજર સંવેદનશીલ, મદહોશ એ
મનાવી મનને,મહોબતમાં અપાર નીકળું
ઘડી ઘડી નાચે, છૂટક છાંટણા કરીને તુય,
હિંમત રાખતા પ્રેમમાં , ધુંઆધાર નીકળું;
જરાક બહેકી ઝખ્મો , આપી દે છે જગત
મરહમી અંદાજ નો ગજબ પ્રહાર નીકળું;
ઈન્દ્રિયો નો આહાર છે, શબ્દ રસ રૂપ ગંધ
મન બુધ્ધિની પાર ,લય માં નિરાહાર નીકળું;