કંઈક બદલાય ગયું...
------------------------------------
પાણી ને વોટર ભરખી ગયું,
હૂંડી ને ચેક ભરખી ગયુ,
દિવાળી ને ક્રિસ્મસ ગળી ગયું,
કારતક ને જાન્યુઆરી એ જલાવી દીધો,
તિથિ ને તારીખે ટક્કર મારી,
ખાણું ને વાળું ડીનર ની ડીશ માં ગયું,
આવો ગયું,પધારો ગયો, નમસ્તે ગયું,"હાઇ" & "હેલ્લો" ના
હહકારમાં સ્નેહભીના શબ્દો ગયા,
કાકા ગયું,મામા ગયું, માસ અને ફુવા પણ ગયું,
અને એક "અંકલ" માંએ બધા ગરકાવ થાય,
તહેવાર ગયા,ઉત્સવ ગયા,
અને માત્ર party ને celebration રહી ગયા,
લાપસી ,ખીર ને કંસાર ગયા,
અને cake અને cocktail રહી ગયા,
માણસ માંથી માણસાઈ ને સંબંધ ગયા,
ને કામ પૂરતા જ માત્ર mobile numbers રહી ગયા...
આ બધું કાપયુગનું પરિણામ છે... -Gneya patel