#ચેહરો
કાતિલ બાણોનો શિકાર હદય મારું રોજ થાય છે,
ઝગમગાટ કરતી લાંબી પાંપણોના ઝબકારા,
તિરછી નજરનું તરત ચડે એવું તારા રુપનું ઝેર,
પાણીદાર આંખોના પલકારા
તારી એક ઝલકથી ઘાયલ થાઉં છું.
હરણી સમાન તારી ડોક,
એને જરા ચારે તરફ ફરતી રોક,
કાચ જેવી જ લિસ્સી ત્વચા તારી,
સંભાળજે જાણી ન જાય મારાં જેવું કોક,
તારી એક ઝલકથી ઘાયલ થાઉં છું.
કંગનના ખણકારામાં સમાયેલ,
ધ્યાન ખેંચે હમેશાં હાથ પરનું ટેટુ તે ત્રોફાવેલ,
આંગળીઓમાં ભરાવેલ વિંટીઓ ને જરા છુટી મેલ,
તારી એક ઝલકથી ઘાયલ થાઉં છું.
માખણ જેવી ત્વચા તારી,
સંપુર્ણ ઢાંકેલી સુંદરતા સૌથી સારી,
રૂપ વર્ણવું છું, પણ કેમ વર્ણવું તારી ખુમારી,
તારી એક ઝલકથી ઘાયલ થાઉં છું.
લટો ને સંભાળીને રાખને તું,
તારી અદાઓ જોઇ ખુદને સંભાળી નહિ શકું હું,
પ્રશ્ન હમેશાં થાય મને,
તું આ લાંબા કાળા વાળ છુટ્ટા કેમ રાખે તું...!??
રૂપ છલકાવા કે તારી આ અદાને પસંદ કરું છું હું...!!!
તારી એક ઝલકથી ઘાયલ થાઉં છું.