Gujarati Quote in Blog by Ashwin Pandya.

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ સેલ ફોન મને નડે છે.
બધા કહે છે, તને શું અડે છે?
પણ્ બિલ આવે ત્યારે ખબર મનેપડે છે.!
કેમ કે ખિસ્સું મારૂં રડે છે....
અરે આ...સેલ ફોન મને નડે છે...!!

પતિની પાછળ આ સેલ ફોન પત્ની ની જેમ ફરે છે,

સોફામાં બેઠા કે બેડમાં સૂતા એમ જ મને કનડે છે
કંઇક ખોટુ બોલતા આમજ પકડાવી દે છે.
આ સેલ ફોન મને નડે છે.

હાલતા ચાલતા ગમે ત્યારે બોલી પડે છે,
અને ન ઉપાડો ત્યાં સુધી બોલ્યા કરે છે,
આ સેલ ફોન મને નડે છે.

રજા માં પણ બોસ ના ફોન આવ્યા કરે છે,
અને ન ઉપાડો તો બીજે દિવસે હાલત ખરાબ થાય છે.
આ સેલ ફોન મને નડે છે.

રાત્રે પણ સુવા ન દે,
અને એની રીંગટોન જાણે હ્દય માં શુળ ભોંકે છે.
આ સેલ ફોન મને નડે છે.

ફીલ્મ માં પણ્ વાગે ત્યારે બૂમાબૂમ થઈ જાય છે
અને એ બેટો બેઠો બેઠો હસે છે,
આ સેલ ફોન મને નડે છે.

છોકરી ને ફોન કરતા મને પકડાવી દે છે,
પોલીસ ન ડંડા પણ્ એના બાપ ની જેમ પુછે છે,
આ સેલ ફોન મને નડે છે.

વાપરતા તો આનંદ આનંદ થાય છે,
બીલ આવે ત્યારે ખીસ્સુ મારુ રડે છે,
આ સેલ ફોન મને નડે છે.

ભાવનાઓ નો થયો ભુક્કો ને હવે તો,
પત્રો ને બદલે મીસ્ કોલ અને મેસેજ જ થાય છે,
આ સેલ ફોન મને નડે છે.

ભગવાન ને ફરિયાદ કરવા ફોન કર્યો,
તો કહે છે,”તમે ડાયલ કરેલો નંબર હાલ માં વ્યસ્ત છે.”

આ સેલ ફોન મને નડે છે.પણ કરમણની કઠણાઇ તો જુઓ...
એના વગર કોઇને ય ક્યાં ચાલે છે...!!!
શું તમને પણ્ આ સેલ ફોન આમજ નડે છે...!!

Gujarati Blog by Ashwin Pandya. : 111422823
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now