ભલે ના દેખાય તમારો ચહેરો,
પણ સૃષ્ટિના કણે-કણમાં છો તમે.
જયારે જીવનમાં સર્જાય છે કપરા સંજોગો,
ત્યારે અંદરથી ઉદ્દભવતા આત્મવિશ્વાસમાં છો તમે.
થાય છે મારી સહૃદય કરેલી પ્રાર્થનાનો સ્વીકાર,
ત્યારે થતા અમૂલ્ય અહેસાસમાં છો તમે.
છે મારા માટે જે અયોગ્ય,
તેના આપેલા દૈવી સંદેશામાં છો તમે.
#ચહેરો