Gujarati Quote in Thought by Brijesh Mistry

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હા ...એ ચહેરો હજુ પણ યાદ છે.

આંખો પાપણો ને સાચવી ને રાખતી,
એની ઝૂકેલી નજરો આજે પણ યાદ છે.
હા ...એ ચહેરો હજુ પણ યાદ છે.

ચહેરા પર થી સરકતી એની ઓઢણી,
પવન ને પણ થોડી વાર ત્યાં રોકાવાનું મન થઇ જતું હશે.
હા ...એ ચહેરો હજુ પણ યાદ છે.

હોઠો નું સ્મિત તો જાણે બીજ નો ચાંદ,
મોતી વર્ષે જ્યારે હસે એ ખડખડાટ.
હા ...એ ચહેરો હજુ પણ યાદ છે.

આજે ફરી એ ચહેરો સામે આવ્યો.

પણ આ શું??કુદરત પણ આવી ક્રૂર કેમ હશે??
કેમ નજર લાગી ગઈ હશે આ નિષ્ઠુર દુનિયા ની??

નજરો પણ પહેલા ની જેમ જુકેલી હતી..પણ
ચહેરો ઓઢણી થી જાણે છૂપાયેલો હતો કે કેમ?
સ્મિત તો જાણે કેટલાય દિવસો થી અદૃશ્ય હશે કે કેમ?

મન વલોવાઈ ગયું....એક ક્ષણ માટે થોભી ગયું...
જાણે ધબકાર પણ ચૂકી ગયું..

હા ...એ ચહેરો હજુ પણ યાદ છે

કાશ એકવાર ફરી દેખાઈ જાય જો એ ચહેરો...તો
કહી દવ દિલ ની વાત

" તારા આ ચહેરા પાછળ સંતાયેલો એ
ચહેરા ને આજે પણ સાચવી રાખ્યો છે મે...
તારી મંજૂરી હોય તો આજે પણ હાજર આ આશિક છે.."

( # Acid એટેક victim...સમાજ માં ફેલાયેલા આ દુષણ ને નાથવા આપણે જ તૈયાર રહેવું પડશે?)

બ્રિજ રાજ





#ચહેરો

-- mistry brijesh

https://www.matrubharti.com/bites/111422418

Gujarati Thought by Brijesh Mistry : 111422423
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now