કેલેન્ડર પડ્યું હશે ક્યાંક ધૂળ ખાતું દિવાલે
દિવસ,રાત,વાર,બપોર કર્યું કોરોના હવાલે
ઉંઘનું પણ પેટ ભરાયુ,આંખે સોજા થયા
સમયના કાંટા સાથે ફરતા,તે ઘડી દિવાલે
અખતરા અવનવા કર્યા,લોક ડાઉન ટાણે
ઉંબરો અોળગ્યો ત્યાં રસ્તાઅે મોર બોલે
ફાકી,મસાલા પ્રેમીઅોની હાલત કફોડી
દુકાનવાળા તોલા તોલાની કિમતો બોલે
નસીબદાર જે યુગલો લોકડાઉન થયા
પત્ની મોસાળે રહી ને વેદના હિબકે ઝુલે
વિદેશી તો બીજ સાથે વતને પધારી ગયા
વાવણી થઇ,ગલી,નગરે રોગની ડાળી ઝુલે
ભુખ્યા,તરસ્યા મૂરઝાંયા સ્વદેશી શ્રમીકો
મિલો અંતરે છોલી,તળીયા વતન હવાલે
કોરોનાનો કહેર નહિં, સંયમ પરીક્ષા 'માહિ'
ફરી માનવતા પીપળો જીવંત થયો દિવાલે
પવાર મહેન્દ્ર
૫/૫/૨૦૨૦